મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા રેલી યોજી સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો

આજ રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિતે મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા રેલી યોજી સ્વચ્છ ભારતનો સંદેશો આપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિતે મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ બાવરવા,ઉપપ્રમુખ નિલેશભાઈ દેથરીયા,ખજાનચી જીતેન્દ્રભાઈ ઉઘરેજા,મંત્રી અનિલભાઈ દેત્રોજ અને સહમંત્ર અનિલભાઈ પટેલની આગેવાનીમાં સુપરમાર્કેટથી નવા બસસ્ટેન્ડ સુધી રેલી યોજવામાં આવી હતી.આ ઉપરાંત ફોટોગ્રાફર એસોસિએશન મોરબી દ્વારા આજે સંસ્કાર બ્લડબેન્કના સહયોગથી બ્લડ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat