આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વરે મોરબીની મુલાકાત લીધી

આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈ કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર એસ.બી.જોશી સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાની ઇવીએમની એફએલસી ચકાસણી એટલે કે અગાઉની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઇવીએમનો ડેટા ડિલિટ કરી રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમ ચકાસણી કાર્યવાહીની તૈયારી જોવા માટે રાજકોટ,પોરબંદર,મોરબી અને કચ્છ જિલ્લાની મુલાકાતે છે જેમાં ગઈકાલે મોરબી જિલ્લામાં નિરીક્ષણ કર્યું હતું.

 

આ અંગે મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇવીએમના એફએલસી ચકાસણીની તૈયારીઓ અંગે રીવ્યુ કર્યો હતો.મોરબી જિલ્લામાં આગામી તારીખ 29 ના રોજ વીસી હાઈસ્કૂલ અથવા તો પોલીટેકનીક કોલેજના મધ્યસ્થ હોલ ખાતે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઇવીએમની એફએલસી ચકાસણી કરવામાં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.