ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન યુધ્ધને પગલે મોરબીના મુસાફરો દુબઈમાં અટવાયા

ફ્લાઈટ ફરી શરુ થાય ત્યારે ટુરિસ્ટ પરત આવી શકશે

 

હાલ અમેરિકા અને ઇઝરાયલ મળીને ઈરાન પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે અને ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુના સમાચારો પણ પ્રાપ્ત થયા છે જે હુમલા બાદ વિફરેલા ઈરાને વિવિધ આરબ દેશો પર હુમલાઓ કર્યા હતા અને દુબઈમાં પણ હુમલાને પગલે ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવતા મોરબીના ૧૦ જેટલા મુસાફરો ફસાયાની માહિતી પ્રાપ્ત થઇ છે

 

મોરબીના અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીજ્ઞેશભાઈ અઘારા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ૧૦ જેટલા મુસાફરો દુબઈમાં અટવાયેલા છે વેપારના ઉદેશથી ગયેલ નાગરિકોની ગઈકાલે રીટર્ન ફ્લાઈટ હતી પરંતુ યુદ્ધની સ્થિતિમાં ફ્લાઈટ કેન્સલ થવાથી તેઓ પરત આવી શક્યા નથી અને હવે ફ્લાઈટ પુનઃ શરુ થયા બાદ તેઓ પરત આવી શકશે

 

ઈરાન સાથે ઇઝરાયલ અને અમેરિકાએ મેદાને જંગનું એલાન કર્યું છે અને હવાઈ હુમલાઓ બાદ ઈરાને વળતો જવાબ આપતા સાત જેટલા આરબ દેશો પર મિસાઈલ અને ડ્રોન એટેક કરી દીધો છે અને યુદ્ધની સ્થિતિમાં ફ્લાઈટ રદ થતા મુસાફરો દુબઈમાં છે હાલ તમામ નાગરિકો સુરક્ષિત છે અને ફ્લાઈટ પુનઃ શરુ થયા બાદ પરત આવી જશે

Leave A Reply

Your email address will not be published.