મોરબી : રાજ્યમંત્રી કાન્તીભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે ઓપરેશન પૂર્ણ

હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ બાદ આરામ સહિતની વિગતો પ્રાપ્ત થશે

 

રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય અને પીઢ આગેવાન કાન્તીભાઈ અમૃતિયાને રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા હતા જોકે મંત્રી બન્યા ત્યારથી કાન્તીભાઈ અમૃતિયાને આરોગ્યના પ્રશ્નો જોવા મળ્યા હતા અને લાંબી માંદગીને પગલે આજે મુંબઈ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું

કાન્તીભાઈ અમૃતિયાને રાજ્યકક્ષાના મંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું દરમિયાન અન્નનળીનું કેન્સર પણ ડિટેકટ થયું હતું અને લગભગ ૨ માસ જેટલા સમયથી તેમની મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે આજે મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે કાન્તીભાઈ અમૃતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે જોકે હજુ તેઓને હોસ્પીટલમાં દાખલ રાખવામાં આવશે અને ડીસ્ચાર્જ મળ્યા બાદ કેટલો સમય આરામ કરશે સહિતની વિગતો પ્રાપ્ત થશે હાલ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે અને તેમની તબિયત હાલ સારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

 

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે વિશેષ યજ્ઞ યોજાયો

રાજ્યમંત્રી કાન્તીભાઈ અમૃતિયાનું આજે મુંબઈ હોસ્પીટલમાં ઓપરેશન થવાનું હતું જેથી તેમના સ્વાસ્થ્યની કામના સાથે શહેર ભાજપ અને મિશન નવભારત પરિવાર દ્વારા ખોખરા હનુમાનજી મંદિરે વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીના પાવન સાનિધ્યમાં યજ્ઞ સંપન્ન થયો હતો અને સૌ કોઈએ કાન્તીભાઈ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી

 

Leave A Reply

Your email address will not be published.