મોરબી : કારખાનની ઓફિસમાં જુગાર રમતા અર્ધો ડઝન ઝડપાયા

મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે દરોડો પાડી ઓફિસમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂપિયા 51 હજારની રોકડ સાથે તાલુકા પોલીસ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી

બનાવની તાલુકા પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ બેલા ગામ નજીક લોડસ હોટલની સામે ક્રિષ્ના પ્રિન્ટ પેક નામના કારખાનાની ઓફિસમાં રાત્રીના ૧૦ વાગે જુગાર રમતા હોવાની માહિતી તાલુકા પોલીસને મળી હતી ત્યાં દરોડો પાડતા ત્યાં અશ્વિનભાઇ પી. કાવર , હરેસભાઈ એમ. વડસોલા , સંજયભાઇ ડી. લોરીયા, રોહિતભાઇ જે. કુનપરા, પ્રાર્થભાઇ આર. પટેલ અને સુરેશભાઇ એમ. જેઠલોજા પોલીસ અર્ધો ડઝન પતા પ્રેમીઓના રૂપિયા 51 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા વધુમાં મળતી વિગત મુજબ આરોપી નંબર 1 પોતાની ઓફિસમાં અન્ય શખ્સોને બોલાવી જુગાર રમાડતો હતો આ જુગાર કેટલા સમયથી રમતો અન્ય કોણ કોણ અહીં જુગાર રમવા આવતો તેની વધુ તાલુકાના psi વી.જે.જેઠવા ચલાવી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.