મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ

મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ક્રિષ્ના પટેલની અધ્યક્ષતામાં કારોબારીની મીટીંગ તા.૨૫ને શુક્રવારે બપોરે ૪:૦૦ કલાકે યોજાયેલ હતી. જેમાં નીચે મુજબના વિવિધ ઠરાવો પસાર કરવામાં આવેલ હતા.જેમાં  રાજ્યમાં સ્વાઈન ફ્લુ ફેલાવા બાબતે રાજ્ય સરકારની બેદરકારીને વખોડી કાઢવા બાબત,  પુર અસરગ્રસ્ત વિસ્તારમાં મહિલાઓને યોગ્ય સહાય આપવા બાબત.,  મોરબી વિસ્તારના રોડ-રસ્તાની બદતર હાલતને તાત્કાલિક સુધારવા યોગ્ય રજૂઆત કરવા બાબત, મોરબીમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ નિવારવામાં તંત્રની બેદરકારી બાબત, સંગઠનને મજબુત કરી સભ્ય નોંધણીની મુહિમ ચલાવવા બાબત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ નવનિયુક્ત હોદ્દેદારોની નિમણુંકોને આવકારી પ્રદેશ મહામંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા અને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી લલીતભાઈ કગથરાને અભિનંદન આપવા બાબત.

કારોબારીની બેઠકના અંતે મોરબી જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ક્રિષ્ના પટેલ એ દરેક સભ્યોનો આભાર માની બધાની કામગીરીની સરાહના કરેલ હતી અને આવતી વિધાનસભા – ૨૦૧૭ની ચુંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવા બધાને કામે લાગી જવા હાકલ કરી હતી.

 

Leave A Reply

Your email address will not be published.