માવડામાંથી ત્રણ ગામોને મુક્ત કરાવાનું ધારાસભ્ય અમૃતિયાનું નાટક : રમેશ રબારી

ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિના ઉપપ્રમુખ રમેશ રબારીએ મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે મોરબીમાં માવડાનો પહેલેથી જ વિરોધ રહેલ છે જે અતિ આક્રોશમાં પરિણમી સરપંચ એસો.દ્વારા ધારણા અને અમારાંત આંદોલન કરાયા જેના પગલે રાજ્ય સરકાર દ્વારા માવડા નાબુદી કરવા નિર્ણય લીધેલ ત્યારી મોરબીના ધારસભ્ય પક્ષ પર પકડના કારણે મોરબીના ત્રણ ગામો વજેપર,માધાપર અને ત્રાજપરને બાકી રાખી કુલ છત્રીસમાંથી તેત્રીસ ગામને માવડામાંથી મુક્તિ આપેલ,ત્યારે આ વિસ્તારના તમામ મતદારો એક જ સતવારા સમાજના હોઈ તેઓની લાગણી જીતવા માટે તેમજ ભાજપના અનેક આગેવાનોની જમીનો આ ત્રણ ગામમાં આવેલ છે.આગાઉથી આયોજિત કાર્યક્રમ મુજબતેઓએ છેલ્લા દિવસોમાં સતવારા સમાજને સાથે રાખી એક મોટો રેલો યોજી જીલ્લા કલેકટર મારફત આવેદન અપાવેલ અને ત્યારબાદ તાજેતરમાં પોતે રાજ્ય સરકાર સમક્ષ માંગણી સ્વીકારી માવડામાંથી મુક્તિ અપાવ્યાનો દેખાવ કરેલ છે પરંતુ વાસ્તવિકતા અલગ છે.આ ત્રણ ગામને માવડામાંથી મુક્તિ માટે સતવારાસ સમાજ સાથે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ માંગણીના આવેદનો આપેલ પરંતુ હાલના રાજકીય માહોલમાં પાટીદાર સમાજના અસંતોષ માટે પોતના રાજકીય ભાવી નિર્માણ માટે ફરી વખત રેલો કઢાવી નાટકીય ઢબે મુક્તિની જાહેરાત કરાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat