


હળવદમાં મોરબી જીલ્લા કક્ષાની કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના બાળકો એ કલા નું ઉતમ પ્રદર્શન કરી ને તેમના માતા-પિતા ઉપરાંત સ્કૂલ નું નામ રોશન કર્યું. કલા મહાકુંભ ની ૧૦ વર્ષ થી નાની ઉમર ની સ્પર્ધા માં આદિત્ય કાસુન્દ્રએ ઓરગનમાં પ્રથમ સ્થાન, ધ્રુવી ભીમાનીએ કથ્થક માં પ્રથમ સ્થાન, ગ્રુપ સોંગમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કલા મહાકુંભ ની ૧૦ વર્ષ થી ૨૦ વર્ષ ની ઉમર ની સ્પર્ધા માં સ્કૂલ બેન્ડ માં પ્રથમ સ્થાન અને હેતવી કૈલાએ એક પાત્રીય અભિનય માં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વિનય સ્કૂલ ના ચમકતા કલાકારો ને સ્કૂલ ના ટ્રસ્ટી કૃણાલ મેવા , આચાર્ય આશિષ વિજયવર્ગીય તથા સ્કૂલ ના બધા સ્ટાફ એ ખુબ અભિનંદન આપી ઉત્સાહ વધાર્યો હતો.