

નવરચિત મોરબી જીલ્લામાં જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર આકાર લઈ રહ્યું છે ત્યારે પોલીસ હેડ ક્વાર્ટરને રળીયામણું બનાવવા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૭૦૦ થી વધુ વૃક્ષોના વાવેતર કરાયા હતા.
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર નવનિર્માણ પામી રહેલ પોલીસ હેડક્વાર્ટરમાં આજે મોરબી સિરામિક એસો અને મોરબી જીલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ સમારોહ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી બન્નો જોષી તેમજ સિરામિક એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું પર્યાવરણ બચાવો અને હરિયાળી લાવોના સૂત્ર સાથે અગ્રણીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં ૧૭૦૦ હી વધુ વૃક્ષોના વાવેતરને પગલે આ સ્થળે આવનાર દિવસોમાં રળીયામણું અને લીલુછમ બની જશે તો વૃક્ષોના રક્ષણ માટે પીંજરા મુકવા માટે સિરામિક એસો દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો
વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી આપી ગુરુદક્ષિણા
આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભડિયાદ રોડ para આવેલી યુ.એન.મહેતા વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને અનોખી ગુરુદક્ષિણા આપવામાં આવી હતી સ્કૂલ આસપાસ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી ગુરુજીનું ઋણ ચૂકવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ગુરુપૂર્ણિમાણા પર્વની સાર્થક કહી સકાય તેવી ઉજવણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી
યુવા ભાજપની ટીમે ઘૂટું ગામે વૃક્ષારોપણ કર્યું
ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે મોરબી તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ડો. મેરજા અને ઘૂટું ગામના સરપંચ અને વડીલોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા અને ગુજરાત પ્રદેશ યુવા કારોબારી સભ્ય હસુભાઈ સોરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઘૂટું ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું


