મોરબી જીલ્લા પંચાયતનું ભંડોળ સાથેનું ૭૭૬ કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજુર
૭ કરોડ ૬૬ લાખની ખુલતી સિલક અને ૧૭ કરોડની આવકનો અંદાજ


મોરબી જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભામાં ૭૭૬ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું અને ચર્ચા બાદ બજેટને મંજુરી આપવામાં આવી હતી ૭ કરોડથી વધુની ખુલતી સિલક ઉપરાંત ૧૭ કરોડ ૭૮ લાખની આવકનો અંદાજ સાથે ૨૫ કરોડ ૪૫ લાખના ભંડોળ વાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ડીડીઓ એન એસ ગઢવીના અધ્યક્ષસ્થાને આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ ઠરાવોને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી તેમજ સામાન્ય સભામાં આગામી વર્ષનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર કુલ રૂ ૭૭૬ કરોડ ૯૭ લાખનું છે જેમાં ખુલતી સિલક રૂ ૭ કરોડ ૬૬ લાખ અને વર્ષ ૨૦૨૬-૨૭ ની આવકનો અંદાજ રૂ ૧૭ કરોડ ૭૮ લાખ મળીને કુલ રૂ ૨૫ કરોડ ૪૫ લાખનું ભંડોળ ઉપલબ્ધ છે જેમાંથી જીલ્લા પંચાયતનું સ્વ ભંડોળનું રૂ ૨૨ કરોડ ૮૩ લાખનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને રૂ ૨ કરોડ ૬૧ લાખની પુરાંત છે
બજેટમાં ક્યાં ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ
- સામાન્ય વહીવટ ક્ષેત્ર માટે રૂ ૧ કરોડ ૬૭ લાખ
- પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ ૧૦ કરોડ ૩૨ લાખ
- શિક્ષણ ક્ષેત્રે રૂ ૨ કરોડ ૬૩ લાખ
- આરોગ્ય ક્ષેત્રે રૂ ૪૨.૭૧ લાખ
- ICDS માટે રૂ ૧૦ લાખ
- ખેતીવાડી ક્ષેત્રે રૂ ૧૫. ૧૦ લાખ
- પશુપાલન ક્ષેત્રે રૂ ૬.૩૦ લાખ
- સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ એક કરોડ ૨૦ લાખ
- કુદરતી આફતો માટે રૂ ૭૬ લાખ
- બાંધકામ ક્ષેત્રે રૂ ૩ કરોડ ૯૧ લાખ
- સિંચાઈ ક્ષેત્રે રૂ ૫૪.૫૦ લાખ
- પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો માટે રૂ ૧ કરોડ ૩ લાખ
જીલ્લાના ગામડાઓ માટે ૨૬૨ સ્મશાન ખાટલાની ખરીદી
મોરબી જીલ્લાના ૨૬૨ ગામડાઓમાં સ્મશાન ખાટલાની જરૂરિયાતને ધ્યાને લઈને ખરીદી કરવાની હતી જેમાં બજારમાં ભાવ કઢાવતા રૂ ૫૫,૦૦૦ નો પ્રતિ ખાટલા ખર્ચ આવતો હતો જોકે સંસ્થાની મદદ અને સેવાભાવીઓના પ્રયાસને પગલે ૧ ખાટલો રૂ ૧૦૦૦ ના ભાવથી મળી રહેશે અને ૨૬૨ સ્મશાન ખાટલાની ખરીદી માટે પ્રક્રિયા કરવામાં આવી છે તેમજ ૪૩ લાખના ખર્ચે જેટીંગ મશીન વસાવ્યું છે જેથી ગામડાઓમાં ભૂગર્ભ અને સોર્સ ખાડાનો પ્રશ્ન ઉકેલાઈ જશે



