Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ક્રાઈમ ડાયરી

માળિયા નજીક ખેતરે પાર્ક કરેલ મો.સા.ચોરી

માળિયા પોલીસ મથકમાંમીઠુંભા હેમંતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે કે માળિયા-અમદાવાદ હાઈવે પર હળવદ રોડ જતા ખેતરે સાઈડમા પોતાનું હીરો હોન્ડા મો.સા.જીજે ૩ એફ.બી.૫૯૯૧  કિમત ૩૫૦૦૦ની મત્તાનું  પાર્ક કરેલું હતું જે બપોરના ૨ થી ૪ વાગ્યા વચ્ચે કોઈ અજાણ્ય્યો ઇસમ ચોરી ગયો છે.માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

કુદરતી હાજતે જતા મૃત્યુ

મોરબીમાં રફાળેશ્વરજી.આઈ.ડી.સી. નજીક આવેલ રામ પ્રોડક્ષ નામના કારખાનામાં રહીને કામ કરતા મેવાભાઇ શંભુભાઈ ભંડારી (ઉ.૫૫) વહેલી સવારે કુદરતી હાજતે જતા ચક્કર આવતા બેભાન થતા હોસ્પીટલે લઇ જતા મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

સિરામિક એકમમાં પાઉડરની બોરી માથે પડતા મૃત્યુ

 

મોરબીમાં રેક્સન ઇન્ટરનેશનલ પ્રા.લી.મા રહીને કામ કરતા મૂળ-પંચોર,જી.રાયગઢનાં રહેવાસી કનૈયાલાલ ધીસાલાલ રાજપૂત રાત્રીના બે વાગ્યાનજા સુમારે કામ કરતી વેળાએ પાઉડરની બોરી માથે પડતા ઇંજા થતા પ્રથમ મોરબી ક્રિષ્ના હોસ્પીટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સ્ટલિંગ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા નજીક એટેક આવતા મૃત્યુ

મોરબી ટંકારા હાઇવે પર આવેલ લજાઈ ગામ નજીક આવકાર હોટલ પાસે ભગુભા રાયમલજી જેઠવા રહે-રતલામ.ભુજ ને એટેકની શક્યતા લગતા ટંકારા સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat