મોરબી : ખાતરમાં થયેલ ભાવ વધારો પરત લેવા કોંગ્રેસ પ્રમુખની માંગ
મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત




ખેડૂતોને ડામવાના બદલે પગભર બનાવવા સરકાર મનઘડત નિર્ણયો પર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવવધારો પરત લે તેવી માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતરમાં સરકાર તરફથી ખાતરના ભાવમાં એક બેગ પર રૂ ૨૫૦ નો વધારો કરી ખેડૂતોને ડામવાના પ્રયત્નો કર્યા છે જેના કારણે ખેડૂતોના મનોબળને ઠેસ પહોંચી છે ભારત કૃષિ પ્રધાન દેશ છે મોટાભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે આવા મનઘડત ભાવવધારા ખેડૂતોને નુકશાનકારક છે દેશમાં મોટા ઉદ્યોગપતિઓને સરકાર તરફથી માતબર લોન આપી દેશ બહાર મોકલી મોજશોખ કરાવવાને બદલે જો દેશના ખેડૂતોને કૃષિ સંશાધનો પુરા પાડી યોગ્ય ભાવ અને સહાય આપવામાં આવે તો ખેડૂતો પગભર બની જાય અને આર્થિક સ્થિતિમાં સુધારો આવી સકે પરંતુ આવા ખાતર સહિતના ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવવધારો અને પોષણક્ષમ ભાવ ના મળવાથી ખેડૂતો ગામડા છોડી શહેર તરફ આકર્ષાઈ રહ્યા છે
વધુમાં મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની જમીનોનું ધોવાણ થઇ જતા ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયો છે તેવી સ્થિતિમાં ખાતરમાં ભાવવધારો કરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે આમ સરકાર ખેડૂતોને ડામવાના બદલે ખેડૂતોને પગભર કરવા માટે મનઘડત નિર્ણયો પર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવવધારો પરત ખેંચવા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા માંગ કરી છે