




ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મોર્બીમ તા. ૨૭ ડીસેમ્બર રવિવારના રોજ ઓપન ગુજરાત ડાંસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે હરીફાઈમાં પાંચ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ ભાગ લઇ શકશે તમામને શિલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવશે નંબર પ્રાપ્ત કરનારને અલગ શિલ્ડ આપવામાં આવશે
તમામ સ્પર્ધકો અને તેની સાથે આવનાર વાલીઓ અને પ્રેક્ષકો માટે વિના મુલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ફિલ્મી કલાકારો, ડાયરેકટરો ઉપસ્થિત રહેશે સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ મેળવવા માટે ટ્રેડ સેન્ટર, ઓફીસ નં ૨૧૬ , બીજા માળે, વીસી હાઈસ્કૂલ પાછળ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે
