

મોરબી એસટી ડેપોના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બસોના ટાઈમ ટેબલ ગમે તેમ હોવાથી વિદ્યાથીઓને ભારે અગવડભરી સ્થિતિમાં અપડાઉન કરવું પડે છે. જેથી રોષે ભરાયેલા છાત્રો અવારનવાર આંદોલનના માર્ગે વળતા હોય છે .આજે ટંકારાના હડમતીયા, વીરપર પંથકના વિદ્યાર્થીઓએ એસટી બસ રોકી વિરોધ નોધાવ્યો હતો. સવારે શાળાએ આવવા માટે સમયસર બસ મળે તો રીટર્ન બસ સમયસર મળતી નથી જેથી વિદ્યાર્થીઓને આખી બપોર બસ સ્ટેન્ડમાં જ વિતાવવી પડે છે. વિધ્યાથીઓએ કેટલાક સમય સુધી બસો રોકી રાખતા પોલીસને બોલાવવામાં આવી હતી અને ટોળું વિખેરીને બસને આગળ જવા દેવાઈ હતી જોકે છાત્રોના છાશવારે થતા આંદોલનમાંથી એસટી તંત્ર કોઈ સબક લેતું હોય તેમ લાગતું નથી.