Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગુજરાત કોંગ્રેસમાંથી ગદારોનો સફાયો, કોંગ્રેસ વધુ મજબુત થશે -રમેશભાઈ રબારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જાણ્વ્યું રાજ્યસભાની ચુંટણીમાં કોંગ્રેસમાં આયારામ ગદારોની ટોળકી છેલ્લા ઘણા વર્ષોથી અડીંગો જમાવીને કોંગ્રેસના નેતૃત્વમાં બેઠા હોય. જેથી પક્ષમાં ભારે વિરોધ અને અસંતોષ હોવા છતાં હાઈકમાન્ડે આ પ્રશ્ને ઉદાસીન રહેતા કલ્ચર કોંગ્રેસીઓ નીરસ બની ઘરે બેસી ગયા હતા જોકે રાજ્યસભા ચુંટણીમાં લેભાગુ નેતાઓનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે જેથી કોંગ્રેસ વધુ મજબુત બનશે. કોંગ્રેસ કલ્ચરના ભોગે આયારામોને મહત્વ આપવાથી કોંગ્રેસ નબળી પડી હતી. પરંતુ હવે આવા નેતાઓ પાર્ટીથી દુર થતા પક્ષ વધુ મજબુત બનશે. ૯ ઓગસ્ટ ક્રાંતિ દિવસે કોંગ્રેસ કલ્ચરનો ભવ્ય વિજયોત્સવનો દિવસ ગણાવીને ગદારો બેવફા અને અમાપ ખોટા બોલનારાઓને પદાર્થપાઠ લેવાની જરૂરત હોવાનું પણ અંતમાં જણાવ્યું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat