



મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આહીર જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. જે માટે 25 ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીની માર્કશીટ મોકલવાની રહેશે. એસએસસી, એસએચસીમાં 60 ટકા કે તેથી વધુ અને અન્ય ડિગ્રીમાં 50 ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. દસના બોર્ડમાં દસ વિદ્યાર્થીઓને, 12 બોર્ડ જનરલમાં 5 અને સાયન્સમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ડિગ્રીમાં પ્રથમ ત્રણ ક્રમાંકે શિલ્ડ આપવામાં આવશે. જે માટે જ્ઞાતિના વાલીઓએ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, માળીયા કન્યાશાળા, સ.વ.પ. કન્યા વિદ્યાલય, શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ, કેનાલ રોડ સહિતના સ્થળોએ માર્કશીટ રજુ કરવાનું રહેશે તેમ જ્ઞાતિ આગેવાન મયુરભાઈ ગાજિયા અને રામભાઈ વારોતરિયાએ જણાવ્યું હતું.

