

દેશની રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે એક દિવસની હડતાલનું બેંક યુનિયને એલાન આપ્યું હતું જેના પગલે આજે મોરબીની પણ બેંકોએ એક દિવસની હડતાલ પાડી હતી મોરબીમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ પણ હડતાલમાં જોડાઈ હતી જેથી કરોડોના વ્યવહારો ઠપ્પ થયા હતા અને એક દિવસ હડતાલ કરી ખાનગીકરણનો બેંક કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો