

મોરબીના પીપળી રોડ પર અગાઉ દાખલ કરેલ ગુના અને તેના ભાઈ પાસે પૈસાની લેતીદેતી મામલે એક ઇસમેં મોબાઈલ ફોન કરી ધાક ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના રવિનગર મયુર સોસાયટી પાછળ રહેતા અમરતસિંઘ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા (ઉ.વ.૨૫) આરોપી ભગીરથ રતિલાલ ઠોરીયા રહે બગથળા તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ માર્ચના રોજ ફરિયાદી રંગપર ગામની સીમમાં આવેલ પોતાની સચિયાર કોમ્યુનીકેશન નામની મોબાઈલ દુકાને હાજર હતા ત્યારે મોબાઈલ પર એક ફોન આવ્યો જે ઉપાડ્યો પરંતુ વાત થઇ સાકી નહી અને ફોન કટ થઇ ગયો બાદમાં ફરીથી મોબાઈલમાં ફોન આવ્યો અને વાત કરી તો પૈસાનું શું છે ? કહેતા તમે કોણ બોલો છો પૂછતા સામેથી હું ભગી બોલું છું જેથી ખંડણીવાળા પૈસા તમને નહિ દેવામાં આવે જવાબ આપ્યો હતો
જેથી ભ્ગીએ કહ્યું હું કોઈ લુખો નથી કે ગુંડો નથી અને ફરિયાદીએ તમે જે મારૂ અપહરણ કરી મારઝૂડ કરી વાડીમાં ગોંધી રાખ્યા ત્યારે પણ મારા પૈસાનું શું છે અને પોલીસ આવતા તું આજે બચી ગયો છો હવે આગળ તું વેપાર ધંધો કેમ કરે છે હું જોઈ લઈશ તેમ વાત કરી ફોન કાપી નાખ્યો હતો તેમજ ફરિયાદીના મોટાભાઈ સરદારસિંહ જે પાવળીયારી કેનાલ પાસે ન્યુ સચિયાર મોબાઈલ દુકાને હતા ત્યારે ભગીરથ રતિલાલ ઠોરીયાએ મોબાઈલ પરથી ફોન કરી તા. ૦૪ અને ૧૧ માર્ચના રોજ ધમકીભર્યા શબ્દોમાં પૈસાનું શું છે હું ભગીભાઈ બોલું છું પૈસા લઇ ગયા એનું શું છે નરશીભાઈ તમારા ભાઈ છે આખા ગામને ખબર છે બોલાવીએ ત્યારે હાજર થઇ જજો અને જવાબ આપવો પડશે કહી દબાણ કરી ધાક ધમકી આપી હતી
આમ ફરિયાદીના ભાઈ નરસિંહ સોઢા સાથે કહેવાતા પૈસાની કોઈ લેતીદેતી પ્રશ્ન હોય ગત તા. ૧૩-૧૨-૨૫ ના રોજ ફરિયાદીનું અપહરણ કરેલ અને મારઝૂડ કરી હતી જે બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને આરોપીએ મોબાઈલ પરથી ફોન કરી ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

