હળવદનો‌ ઉગતો સિતારો સુરીલો કંઠ અને પરમ શિવ ભક્ત એવા હાર્દિકભાઈ દવેનું અકસ્માતમાં નિધન થતાં પંથકમાં શોકનું મોજું વ્યાપી ગયું

શિવકથામાંથી પરત આવતી મીની બસનો અકસ્માત : હળવદના ગાયક કલાકાર સહિત 4ના મોત

 

 

મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લામાં સર્જાયો અકસ્માત મીની બસમાં સંગીતકારોની ટિમ બેઠી હતી,સાત લોકો ઈજાગ્રસ્ત થયા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

કાશીમાં ડો.લંકેશ બાપુની શિવકથામાંથી પરત ફરતી વેળાએ સંગીતકારોની મીની બસને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં હળવદના ગાયક કલાકાર છોટે કીર્તિદાન ના નામથી ઓળખાતા હાર્દિકભાઈ(ભાણો) દવે સહિત 4 લોકોના મોત નિપજ્યા હતા. હાર્દિકના મોતના સમાચારથી સમગ્ર હળવદ પંથકમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યુ હતું.

જાણવા મળતી માહિતી મુજબ ગુજરાતના 20 જેટલા સંગીતકારો શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવકથા કાર્યક્રમમાં પરફોર્મ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે શનિવારે વહેલી સવારે મીની બસ મધ્યપ્રદેશના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી વખતે સ્ટેરીંગ કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચઢી ગઈ બીજી લેનમાં પહોંચ્યા પછી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં હળવદના જાણીતા ગાયક હાર્દિકભાઈ(ભાણો) કિશોરભાઈ દવે ઉ.વ.38નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ ઉપરાંત રાજા ઠાકોર ઉ.વ.28, અંકિત ઠાકોર ઉ.વ.17 અને રાજપાલ સોલંકી ઉ.વ.60નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.વધુમાં રાવલ મોહિત,આશિષ વ્યાસ,મોહલિક, નરેન્દ્ર નાયક,ચેતન કુમાર,ઋષિકેશ,વિપુલ, અરવિંદ,અર્જુન,હર્ષદ ગોસ્વામી અને મીની બસના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી.તેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે હળવદના ગાયક કલાકાર હાર્દિકભાઈ દવે સલાટ ફળીમાં રહે છે.તેઓ ભજન સમ્રાટ છોટે કીર્તિદાન ઓળખાતા હતા કલાકકાર હોવાની સાથે શિવભક્ત પણ હતા. તેઓના પરિવારમાં માતા-પિતા,પત્ની, બહેન અને એક 2 વર્ષની બાળકી, બીજી 5 વર્ષની બાળકી છે.તેઓના નિધનથી પરિવારનો આધારસ્તંભ છીનવાઈ ગયો છે. હાર્દિક દવેના મૃત્યુના સમાચારથી સમગ્ર હળવદ પંથકમાં શોકનું મોજુ વ્યાપી જવા પામ્યુ હતું..

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.