હળવદના ગોલાસણ ગામે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

 

હળવદ તાલુકાના ગોલાસણ ગામે સમસ્ત ગામ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટયો નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગામ ગુંજી ઉઠ્યું

 

ગોલાસણ ગામે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાઈને ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા હતા, સમસ્ત ગોલાસણ ગામ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોના ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળા દર્શન બાળ કૃષ્ણની ઝલક જેવા ધાર્મિક દર્શન કરાવતી કલાકૃતિ સાથે શણગારવામાં આવેલ ભવ્ય શોભાયાત્રાને રામજીમંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું જે ગામની  બજારમાં થઈને પસાર થયેલી શોભાયાત્રાનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

કૃષ્ણ જન્મોત્સવને વધાવવા  શોભાયાત્રાના વધામણા કરવા રાસ ગરબાની રમઝટ બોલાવીને ઉપસ્થિત સૌ કૃષ્ણ ભક્તો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા અને સમગ્ર ગોલાસણ ગામ નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યું હતું

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.