

ટંકારા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને પકડી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩ માં એનડીપીએસ ગુનામાં નાસતા ફરતા આરોપી નાસીરમિયા સિકંદરમિયા મલેક (ઉ.વ.૩૬) રહે દાણીલીમડા અમદાવદ મૂળ રહે ખેડા નડિયાદ વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

