

પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતા આરોપી દીપકભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા ને પોકસો કોર્ટે શીક્ષાપાત્ર ગુનામાંથી નીર્દોષ છોડવાનો હુકમ કર્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૩૧-૦૮-૨૦૨૦ ના કલાક ૧૭.૩૦ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દીકરી ભોગબનનાર ઉ.વ. ૧૫ વર્ષ ૧૦ માસ (જન્મ તારીખ ર૪- ૧૧-૨૦૦૪) વાળીને આરોપી ભોગબનનાર સગીરવયની હોવાનું જાણતા હોવા છતા ભોગબનનારનો અવારનવાર પીછો કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ભોગબનનાર સગીર વયની હોવાનુ જાણવા છતા શરીરસંબંધ બાંધી ગુનો આચર્યો હતો આરોપી પકડાઈ જતા હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપી દીપકભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના યુવા એડવોકેટ ખુશ્બુ પી.વીસાણીને રોક્યા હતા
આ કામે ફરીયાદપક્ષ ફરીયાદી, તેમની ભોગબનનાર દીકરી તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ભોગબનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી. તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ભોગબનનાર તથા તેના પરીવાર દવારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી
તેમજ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિ:શંકપણે સાત્તયસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ઘ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની નામદાર કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી પક્ષ તરફે મોરબીની યુવા એડવોકેટ ખુશ્બુ પી.વીસાણી રોકાયેલ હતા


