



મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંતની યાદી જણાવે છે કે પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળાનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી કરવામાં આવ્યું છે જેમાં ભાવિક ગજ્જર મોરબીના પ્રખ્યાત કોહીનુર બેન્ડ સુરાવલી સંગીતના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતીનું સાંજે 7:00 યોજાશે. આ મહાઆરતી ત્રિવેદી એશોશીએટસ તરફ થી કેલાશ એર્પામેન્ટ ના રહેવાસી દ્વારા ઉતારવા માં આવશે. મહાઆરતી નો લાભ લેવા મોરબી શહેર ભાજપ ના મહિલા મોરચા ના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સિદ્ધએશ્વર મહાદેવ મંદિર ના મહંત પ્રવીણગીરી મહારાજ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે