ટંકારા બંધ ગોડાઉનમાં નૂડલ્સના બોક્સની આડમાં છુપાવેલ ૨૮ લાખનો દારૂ ઝડપાયો

 

ટંકારાના છતર જીઆઈડીસીમાં બંધ ગોડાઉનમાં નૂડલ્સ અને કપડાની ગાસ્ડીઓની આડમાં છુપાવી રાખેલ ૨૮ લાખની કિમતનો ૨૫૦૫ બોટલનો જથ્થો પોલીસે જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન છતર જીઆઈડીસીમાં પ્લોટ નં ૧૨૩ સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખેલ હોય જે અલગ અલગ જીલ્લામાં નૂડલ્સના બોક્સ અને કપડાની ગાંસડીઓની આડમાં સપ્લાય થતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં બંધ ગોડાઉનમાંથી દારૂની નાની મોટી બોટલ નંગ ૨૫૦૫ કીમત રૂ ૨૮,૦૫,૧૨૦ નો જથ્થો જપ્ત કર્યો છે અને ગોડાઉનના કબજેદાર તેમજ તપાસમાં ખુલે તે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

જે કામગીરીમાં ટંકારા પીઆઈ વાય કે ગોહિલ, ચેતનભાઈ કડવાતર, ભાવેશભાઈ વરમોરા, મહિપતસિંહ સોલંકી, જયપાલસિંહ જાડેજા, રાજેશભાઈ નથુભાઈ, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ, કૌશિકભાઈ રતિલાલભાઈ, કૃષ્ણરાજસિંહ પૃથ્વીસિંહ, દશરથસિંહ ઘનશ્યામસિંહ અને વિપુલભાઈ બાલાસરા સહિતની ટીમ જોડાયેલ હતી

Leave A Reply

Your email address will not be published.