વાંકાનેરમાં ફિલ્મી ઢબે પીછો કરી એલસીબી ટીમે ૩.૧૦ લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લીધી

દારૂનો જથ્થો અને કાર સહીત ૮.૧૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો

 

 

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડાનાયાણી રોડ પર એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ક્રેટા કારમાંથી ૩.૧૦ લાખની કિમતની ૮૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂ-કાર મળીને રૂ ૮.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે કાર ચાલક નાસી ગયો હતો જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા કાર જીજે ૦૧ આરવાય ૯૯૮૧ વાળીમાં દારૂનો જથ્થો ભરી વાંકાનેરથી નીકળી વાલાસણ તરફ જવાનો છે જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને કાર નીકળતા રોકવા ઈશારો કર્યો હતો પરંતુ ગાડી ઉભી નહિ રાખી ભગાડી હતી જેથી કોટડાનાયાણી ગામ જવાના રસ્તે ભગાવી હતી અને ફિલ્મી ઢબે પોલીસે પીછો કરતા નદીના પટ્ટમાં કાર રેઢી મૂકી આરોપી કાર ચાલક અંધકારનો લાભ લઈને નાસી ગયો હતો

 

એલસીબી ટીમે રેઢી પડેલી કારમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલ નંગ ૮૩૬ કીમત રૂ ૩,૧૦,૪૨૦ નો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૮,૧૦,૪૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ફરાર કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

 

 

Leave A Reply

Your email address will not be published.