


મોરબી તાલુકા પોલીસ મથકમાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ ઇસમ છ માસથી નાસતો ફરતો હતો જેને ટીંબડી પાટિયા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૪ માં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનીલકુમાર રીડમલરામ બિશ્નોઈ રહે રાજસ્થાન વાળો છ માસથી નાસતો ફરતો હતો જે આરોપી હાલ ટીંબડી પાટિયા પાસે હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે