

મોરબીના રહેવાસી બે યુવાન મિત્રો બાઈક લઈને વાંકાનેરના જડેશ્વર દર્શન અર્થે ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે રવાપર ઘુનડા રોડ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બંને મિત્રોને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી અવની પાર્ક સામે જોધાણીની વાડીમાં રહેતા ગુણવંતભાઈ દેવશીભાઈ ચાવડા (ઉ.વ.૪૦) વાળાએ વેગનઆર કાર જીજે ૩૬ એએલ ૬૪૦૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ ઓગસ્ટના રોજ ફરિયાદી ગુણવંતભાઈ અને તેના મિત્ર બીપીનભાઈ બંને જડેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા અને પરત ઘરે આવતા હતા ત્યારે રવાપર ઘુનડા રોડ પર કાર ચાલકે બાઈક સાથે અકસ્માત કરી પછાડી દીધા હતા
જે અકસ્માતમાં ફરિયાદી ગુણવંતભાઈને દાની આંખ ઉપરના ભાગે અને ડાબી આંખના નીચેના ભાગે ઓપરેશન આવ્યું તેમજ નાકના ભાગે ટાંકા તેમજ શરીરે છોલછાલ જેવી ઈજા અને મિત્ર બીપીનભાઈને આંખ ઉપરના ભાગે અને જમણા હાથે છોલછાલ જેવી ઈજા કરી ગાદી લઈને ચાલક નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે