ભારે વરસાદના પગલે : મોરબીમાં બે દિવસ કોર્ટના કેસોની યથાવત સ્થિતિ જાળવવા વકીલ મંડળનો નિર્ણય

હવામાન વિભાગ દ્વારા મોરબીમાં તા.27 અને 28 એમ બે દિવસ રેડ એલર્ટ જાહેર થયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની તમામ કોર્ટમાં વકીલ તથા પક્ષકારોના હિતમાં દરેક મેટરમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા ઠરાવ પસાર કરીને તમામ કોર્ટના ન્યાયધીશોને અરજ કરવામાં આવી છે. તેમ પ્રમુખ અને સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply

Your email address will not be published.