

રાજ્યના આરોગ્ય મંત્રી આજે મોરબીની મુલાકાતે આવ્યા હોય અને સિવિલ હોસ્પિટલમાં જાતે નિરીક્ષણ કર્યું હતું ત્યારે મોરબી પધારેલા આરોગ્ય મંત્રીને એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓએ આવેદન પાઠવીને રજૂઆત કરી હતી
આરોગ્ય મંત્રીને પાઠવેલા આવેદનમાં ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે નેશનલ રૂરલ હેલ્થ મિશન ૨૦૦૫ થી સરકાર દ્વારા યોજના અમલમાં છે જે પ્રોગ્રામ ખુબ સફળ રહ્યો છે એન.એચ.એમ. અંતર્ગત કર્મચારીઓને ૧૧ માસ પૂર્ણ થતા એપ્રાઈઝલ મુજબ પગારવધારો ઓછામાં ઓછો ૫ ને વધુ ૧૨.૫ ટકા મળે છે જે કામગીરીના પ્રમાણમાં નજીવો છે તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમાન કામ સમાન વેતનનું અમલીકરણ થતું નથી ઓછા પગારધોરણથી કર્મચારીઓ પોતાના પરિવારની જવાબદારી નિભાવી સકતા નથી અને સતત માનસિક તણાવમાં રહે છે
કર્મચારીઓ છેલ્લા ૧૦ વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે જેથી કોન્ટ્રાકટ કર્મચારીઓને નોકરીમાં કાયમી નિમણુક કરવી, સ્ટાફને સાતમાં પગારપંચ મુજબ વેતન મળે સહિતની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે તો અગાઉ પણ રજુઆતો કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી ના થઇ હોય જેથી કર્મચારીઓએ સાત દિવસમાં લેખિત બાહેંધરીની માંગ કરી છે અને ઉકેલ ના આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું છે.


