Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર તાલુકામાં બે અપમૃત્યુના બનાવમાં બે મહિલાના મોત

 

વાંકાનેર તાલુકાના બે અલગ-અલગ ગામે બે મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે  બંને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવામાં વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતી વીજુબહેન મગનભાઈ મકવાણા (ઉ.૫૦) નામની વૃદ્ધા પાણીમાં ડૂબી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.તો બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતી પ્રભાબહેન વિનુભાઈ સાકરિયા (ઉ.૨૫) નામની યુવતીને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તેણીના લગ્નને ૩ વર્ષ જેટલો સમય ગાળો થયો હોવાનું પણ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.બંને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat