ભાગીદારી પેઢીના વ્યવહારોમાં વચ્ચે પડીને વેપારીને ધમકાવનાર મોરબી LCB ટીમને હાઈકોર્ટે ફટકાર લગાવી

 

મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બે ભાગીદારો વચ્ચેની દીવાની તકરારમાં વચ્ચે પડીને એક ભાગીદારના તરફેણ માટે અન્ય ભાગીદાર પર દબાણ લાવવા અને ધમકી આપવાના મુદે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોરબી પોલીસને નોટીસ ફટકારી જવાબ રજુ કરવાનો આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

 

જે કેસની હકીકત જોઈએ તો હિતેશ નાથુભાઈ કાલીયા નામના વેપારી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી જે અરજીમાં જણાવ્યું હતું કે પૂર્વ ભાગીદાર હેમેન્દ્ર શીલુ સાથે ભાગીદારી છૂટી કરી હતી અને ભાગીદારી પેઢીના નાણાકીય તથા અન્ય દીવાની તકરારો બાબતે શીલુ દ્વારા દીવાની કોર્ટમાં કેટકાલ મનાઈ હુકમો માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે આપ્યા ના હતા અને તેની અરજીનો નિકાલ કરાયો હતો વર્ષ ૨૦૨૨ માં ઘટના બની હતી બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સહીત ત્રણ અલગ અલગ અરજી કરવામાં આવી હતી જે ત્રણેય અરજીઓ એક દીવાની તકરાર હોવાથી પોલીસમાં સામેલ ના થાય તેવા આધાર ઉપર નિકાલ કરી દેવામાં આવ્યો હતો

 

છતાં એક રજી લોકલ ક્રાઈમ બ્રાન્ચને કરવામાં આવી હતી જેથી અધિકારી દ્વારા ભાગીદારને બોલાવી ધમકી અને દબાણ ઉભું કર્યું હતું જેથી પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને સ્થાનિક પોલીસે અરજીનો નિકાલ કર્યો ત્યારે ક્રાઈમ બ્રાંચ કેવી રીતે સામેલ થઇ સકે ? એક પોલીસ સ્ટેશનમાં તપાસ થઇ ગઈ હોય તો બીજા પોલીસ સ્ટેશનમાં તે જ ગુના સબબ શા માટે તપાસ કરવી જોઈએ ?

 

પોલીસ તંત્ર દ્વારા આ બાબતે એક મીકેનીઝમ ડેવલપ કરવું જોઈએ કે બીજા પોલીસ સ્ટેશનમાં આવી અરજી થઇ હોય અને તેવી જ અરજી અન્ય પોલીસ મથકમાં થાય to તેની જાણ થઇ સકે કોર્ટે વધુમાં કહ્યું હતું કે ભાડા કરાર અને તેના જેવા દીવાની તકરારોમાં પોલીસ શું કામ સામેલ થાય છે ? બાદમાં અદાલતે હેમેન્દ્ર શીલુને પક્ષકાર તરીકે જોડાવાનો આદેશ કરીને પોલીસ સહિતના તમામ પક્ષકારોને નોટીસ કાઢીને વધુ સુનાવણી ૨૦ માર્ચના રોજ રાખવામાં આવી છે

જે કેસમાં એડવોકેટ તરીકે મોરબીના યુવા એડવોકેટ જયદીપ પાંચોટિયા રોકાયેલ હતા

Leave A Reply

Your email address will not be published.