હળવદ : મકાન બહાર સંતાડેલ ચાવીથી તાળું ખોલ્યું, ૫૦ હજારના દાગીનાની ચોરી 

 

સાપકડા ગામમાં રહેતા ખેડૂતના મકાનની સંતાડેલી ચાવીથી તાળું ખોલી પ્રવેશ કરી અજાણ્યા ચોર ઇસમોએ ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના મળીને ૫૦ હજારની મત્તા ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા લક્ષ્મણભાઈ રતુભાઈ જાંબુકીયા (ઉ.વ.૪૮) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ના સવારથી સાંજના સમય દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ફરિયાદીના મકાનમાં બહારના ભાગે સંતાડી રાખેલ ચાવીથી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ ચાંદીના દાગીના જેમાં તૂટેલા સાંકડા સાત-આઠ જોડી, ઝાંઝરી બે જોડી વજન એક કિલો કીમત રૂ ૩૦,૦૦૦ અને સોનાના દાગીના કીમત રૂ ૨૦,૦૦૦ સહીત કુલ રૂ ૫૦ હજારની મત્તા ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.