



હળવદમાં મૈત્રી કરાર કરીને રહેતા યુવક-યુવતીને પરિવારજનો લેવા આવે છે તેવી બીકને પગલે સજોડે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવતીનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ પાટણ જીલ્લાના વતની હાલ પ્રાગપર ચોકડી પાસે રાપર કચ્છ રહેતા શોભનાબેન હસનભાઈ મદારી (ઉ.વ.૨૩) અને માલદેવભાઈ બંને પોતાની જાતે તા. ૦૮ ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન શોભનાબેનનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શોભનાબેન માલદેવભાઈ સાથે ભાગીને આવ્યા હતા અને બંનેએ મૈત્રી કરાર કરેલ હતો શોભનાબેનના ભાઈ અને ઘરના સભ્યો લેવા આવે છે તેવી બીકથી બંને સાથે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી જેમાં યુવતીનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે