

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિ પંચમી નિમિતે બહેનો માટે સ્નાન, દર્શન અને ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું
તે ઉપરાંત ભાદરવી અગિયારસના રોજ યજ્ઞ, પ્રસાદ, ભજન અને પાટનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામદેવપીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ભક્તોએ ધાર્મિક મહોત્સવનો લાભ લીધો હતો અને ઉત્સાહભેર મહોત્સવને માણ્યો હતો તેમ સેવક મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






