મોરબીના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 

મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડો પાડી જુગારીઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શોભેશ્વર રોડ પર મફતીયાપરા વિસ્તારમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે સ્થળ પર દરોડો પાડતા રવીભાઇ બળદેવભાઇ સોલંકી, દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા, દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા, હરજીભાઇ રાજાભાઇ ગમારા અને જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયા નામના પાંચ શખ્સો ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂપિયા ૧૫,૦૦૦ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.