મોરબીના જાંબુડીયા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી પિતાએ દીકરીને ધમકી આપી  

 

મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ કારખાનાની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો ખાર રાખી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે

મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા આરદીપભાઈ મુકેશભાઈ દાણા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમારની દીકરી મનીષા સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમાર અને ભરતભાઈ બાબુભાઈ પરમારને સારું નહિ લાગતા આરદીપભાઈની કોલોનીએ છરી લઇ આવી સાહેદ મનીષાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.