

હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં આવેલ કેનાલમાં યુવાને પ્રેમ સબંધના કારણે ઝંપલાવી મોતને મીઠું કર્યું હોવાની માહિતી મળી હતી જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે
ધ્રાંગધ્રાના જુના ધનશ્યામગઢ ગામે રહેતા અભી ધનશ્યામભાઈ કૈલા (ઉ.૨૨) ને છોકરી સાથે પ્રેમ સંબધ હોય જેની તેના પિતા ધનશ્યામભાઈને જાણ થતા પીતા એ અભીને ઠપકો આપતા મનમાં લાગી આવતા અભિએ હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં કેનાલમાં પોતાની મેળે ઝંપલાવી દેતા પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

