ગ્રામ્ય વિસ્તારના લોકો ને બેંક વિષે સમજણ આપવામાં આવી

ટંકારા તાલુકાનુ મોટુ ગામડુ ગણાતા પડધરી રોડ ઉપર આવેલા નેકનામ ગામે આવેલી બેંક ઑફ ઈન્ડીયાની શાખા દ્વારા ઑફિસર પરીમલ પરીખના વડપણ હેઠળ ગામડાના લોકોમા બેંકિંગક્ષેત્રે જાગૃતિ આવે તે માટે ખાસ કેમ્પનુ આયોજન કયુઁ હતુ.જેમા,ગામડાના લોકોને, ખાતેદારોને તથા બેંકિંગ વહિવટથી જોડાયેલા પરંતુ બેંકના નિતી નિયમોથી અજ્ઞાન ઍવા ખેડુત ખાતેદારો માટે નાણાકિય સુરક્ષા,રોકાણ,ધિરાણ,બેંકિંગ વહિવટની સામાન્ય સમજ,બેંક થકી સુરક્ષા,સુવિધા વગેરેની સમજ આપવા માટે બેંકિંગ સાક્ષરતા કેમ્પનુ સરાહનિય આયોજન કરાયુ હતુ.આ પ઼સંગે આરબીઆઈ ના ઍસ.ઍ.આનંદ,લીડ બેંક મેનેજર જે.ઍન.પરમાર,નાણાકિય સાક્ષરતા કાઉન્સિલર બિપીન સંઘાણી,બીઑઆઈના ઝોનલ નિલેષ કનેરીયા,ગોસાઈ,બ઼ાંચ મેનેજર નવિનચંદૃ સહિતનાઑઍ ખાસ ઉપસ્થિત રહીને ગામડાના પ઼જાજનો ને બેંક અને ગ઼ાહકો વચેના તમામ વહિવટની સરળ ભાષામા સમજ આપી હતી.તેમજ બેંક ની અનેક પ઼કારની જુદી જુદી સુવિધાઑની છણાવટથી જાણકારી આપી હતી.હાલના સમયમા બેંક શા માટે જરૂરી છે.તેમજ બેંક થકી નાણાની સુરક્ષા અને રોકડ વ્યવહારથી નાણાકિય સુરક્ષા જોખમાવાની શકયતા હોવાની સમજ આપી હતી.અને મોટા આથિઁક વ્યવહારો માટે બેંક વહિવટ જ સલામત હોવાની કેમ્પમા ઉપસ્થિત ખેડુતો ખાતેદારોને સમજ આપવા પ઼યાસ કરાયો હતો.આ તકે,સરપંચ કનકસિંહ ઝાલા,બીઑઆઈના ગૌરવ માલદે,રાજેસ ગોસ્વામી,દિનેસ નિમાવત સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગામડાના બેંક સાથે જોડાયેલ ખાતેદારો ઉપરાંત ગ઼ામ્ય લોકોમા બેંકિંગક્ષેત્રે જાગૃતી માટે જ્ઞાન સભર માહિતી આપતા કેમ્પનુ પ઼થમવાર આયોજન કરાયુ હતુ. નેકનામ ઉપરાંત સખપર,કોઠારીયા,હમીરપર સહિતના ગ઼ામ્યવિસ્તારના ખેડુતો હોશભેર જોડાયા હતા.ગ઼ામ્યજનોમા બેંકિંગક્ષેત્રે જાગૃતી અંગેના કાયઁક઼મમા બેંક તરફથી વહિવટી અજ્ઞાનતાથી પડતી મુશ્કેલી અંગે પણ હલ કરાયો હતો.

Comments
Loading...
WhatsApp chat