મોરબીના ટીંબડી ગામે નજીવી બાબતે દંપતી-બે પુત્રીઓનો મહિલા પર હુમલો

 

ટીંબડી ગામમાં બાળકને બાથરૂમમાં પુરવા બાબતે માતા કહેવા જતા દંપતી અને તેની બે પુત્રીઓએ માતાને ઢીકા પાટું માર મારી લાકડી વડે માર મારી શરીરે અને માથામાં ઈજા પહોંચાડી હતી

 

મોરબીના ટીંબડી ગામે શ્રી હરી સોસાયટીમાં રહેતા પાયલબેન જીગ્નેશભાઈ સાધુ નામની મહિલાએ આરોપીઓ સંતોષ પાંડે, રાણીબેન સંતોષભાઈ પાંડે, નીકીબેન સંતોષભાઈ પાંડે અને એન્ઝ્લ સંતોષભાઈ પાંડે રહે બધા શ્રી હરી સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો નાનો દીકરો રુદ્ર તોફાન કરતો હતો જેથી બાથરૂમમાં પુરેલ જે બાબતે ફરિયાદી પાયલબેન આરોપી સંતોષ પાંડેને કહેવા જતા તે બાબતનો ખા રાખી આરોપી સંતોષ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે પાયલબેનને માર માર્યો હતો

 

તેમજ સંતોષની પત્ની રાણીબેન ઢીકા પાટું મારી ગાળો આપી તેમજ બે દીકરીઓ નીકી અને એન્ઝ્લે વાળ પકડી ઢીકા પાટું માર મારી માથામાં ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.