હળવદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ  

 

THO ડૉ ચિંતન દોષીના સક્રિય પ્રયત્ન થકી હળવદ તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર ના જરૂરિયાતમંદ ટીબીના  દર્દીઓને એલ.એસ. ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 20 જેટલા ટીબીના દર્દીઓને દતક લઈ તેઓને પોષણકીટનું વિતરણ કરવામાં આવેલ જેમાં પોષણ કીટમાં 10 જેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ હતો

 

આમ તંત્ર સાથે સામાજિક સંસ્થાઓની ભાગીદારીથી સરકારના ‘ટીબી મુક્ત ભારત અભિયાન” માં સક્રિય સહકાર થકી દર્દીઓના પોષણમાં સુધારો થયે બીમારીમાં રિકવરી તેમજ ફેલાવો અટકાવવામાં મદદ મળી રહે આ તકે હળવદ SDH અધિક્ષક, TDO હળવદ, ફાઉન્ડેશન માથી દીપકભાઈ,મેહુલભાઈ ઉપસ્થિત રહેલ હતા તેમજ પ્રોગ્રામને સફળ બનાવવામાં STS રાજેન્દ્રભાઇ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.