

મોરબી જીલ્લામાં નાગરિકોને આંદોલન બાદ મહાનગરપાલિકા સહિતનું તંત્ર કામે લાગી ગયું છે અને રોડ રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી છે અને હાઈવે ઓથોરીટી દ્વારા પણ રોડ રીપેરીંગ કામગીરી અગાઉ શરુ કરી દેવામાં આવી હતી અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખને હવે રહી રહીને હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાવવા સહિતના પ્રશ્ન યાદ આવતા હાઈવે ઓથોરીટીને રજૂઆત કરવામાં આવી છે
મોરબી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ગાંધીધામના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં નેશનલ હાઈવે ૨૭ (૮ એ) માળિયા તાલુકા, મોરબી અને વાંકાનેર તાલુકામાંથી પસાર થાયછે તમામ વિસ્તાર સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલ છે હજારો હેવી ટ્રકો નેશનલ હાઈવેથી સિરામિક એકમો સુધી પહોંચતા હોય છે
મોરબી જીલ્લામાં નેશનલ ના પ્રશ્નો જેવા કે માળિયા (મી.) જામનગર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, માળિયા-હળવદ અમદાવાદ ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, રાજકોટ ઓવરબ્રિજ સર્વિસ રોડ, ટીંબડી પાસે સર્વિસ રોડ, માળિયા ફાટક પાસે ઓવરબ્રિજ સર્વિસ રોડ, ત્રાજપર પાસે ઓવરબ્રિજ સર્વિસ રોડ, લાલપર સર્વિસ રોડ, રફાળેશ્વર સર્વિસ રોડ, મકનસર સર્વિસ રોડ અને બંધુનગર સર્વિસ રોડમાં વરસાદને કારણે ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાયેલા રહે છે તેમજ ઓવરબ્રિજ પાસે લાઈટો બંધ છે જે ચાલુ કરવા માંગ કરી છે




