

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદને પાગલે ઘાસચારાની અછત વર્તાઈ છે જેથી માલધારી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જેથી પશુધનના નિભાવ માટે યોગ્ય વ્યવસ્થા તાકીદે કરવામાં આવે તેવી માંગ સાથે માલધારી અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ નહિવત પડેલ છે તેમજ સૂકું-લીલા ઘાસના ભાવ આસમાને છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર તેમજ સરકારી ખરબાઓમાં દબાણ-ખનીજચોરી થાય છે જેના કારણે મૂંગા પશુઓનું ચરિયાણ બચ્યું નથી તેવા સંજોગોમાં મૂંગા પશુધન માટે દર પાંચ ગામ વચ્ચે એક એ રીતે ઢોરવાડા શરુ કરવા જોઈએ
આ ઢોરવાડામાં પશુધનના નિભાવ માટે ઘાસ-ખોળ અને પાણીના અવાડા તેમજ પશુપાલક માલધારીઓ માટે રહેવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પશુધનના નિભાવ માટે મુશ્કેલી હોય જેથી મુખ્યમંત્રી રાહતફંડ મારફતે ઢોરવાડા ચાલુ કરી પશુપાલકો અને અબોલ પશુધન માટે માલધારીઓને કેશડોલ્સ જેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.