

મોરબીમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાયાને ૨ માસનો સમય વીત્યા છતાં પોલીસ હજુ સુધી આરોપી સુધી પહોંચી સકી નથી અને આરોપી ૨ માસથી ફરાર છે જેને મોરબી કોર્ટમાં આગોતરા જમીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનારે આરોપી શૈલેષ માકાસણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં પતિને કેન્સરની બીમારી હોવાથી આર્થિક મદદ કરી હતી અને બાદમાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો અને બાળકનો જન્મ થયા બાદ તેની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી પરંતુ પોતાની જવાબદારી નહિ નિભાવતા ભોગ બનનારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ સપ્ટેમ્બર માસમાં નોંધાઈ હતી જોકે બે માસ જેટલો સમય વીત્યા છતાં મોરબીની પોલીસ ભાજપ કોર્પોરેટરના પતિને શોધી સકી નથી
આરોપી શૈલેશ માકાસણાએ એડીશનલ ડીસ્ટ્રીકટ જજ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં બંને પક્ષના વકીલોએ ધારદાર દલીલો રજુ કરી હતી બંને પક્ષની દલીલો સાંભળી ભોગ બનનારના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાની દલીલો માન્ય રાખી આરોપી શૈલેષ લક્ષ્મણભાઈ માકાસણાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે