

મોરબીના સુરજબાગનું રીનોવેશન કરી નવો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરજબાગમાં બાલ ભવન બનાવવાની માંગ સર્થે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે
ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ રામભાઈ મહેતાએ મહાનગરપાલિકા કમિશ્નરને રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં આશરે ત્રીસથી વધુ બાળકો માટે ડાન્સ કલાસીસ છે તેમજ સંગીત કલાસીસ છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોરબીમાં એકપણ બાલ ભવન નથી પ્રજાની સુખાકારી માટે મહાપાલિકા દ્વારા બાગ બગીચા, લાઈબ્રેરી અને અન્ય સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે
હાલ સુરજબાગમાં સરસ બગીચો બનાવવામાં આવી રહ્યો છે જ્યાં જગ્યા છે જેથી બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે જો બાલ ભવન બનાવવામાં આવે તો સંગીત, નાટ્ય, ડાંસ, કરાટે સહિતની તમામ પ્રવૃતિઓ થઇ સકે સાથે ટાઉન હોલ પણ ઝડપથી કાર્યરત થાય તો બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની સકે જેથી માંગણીઓ ધ્યાને લઈને યોગ્ય કરવા માંગ કરી છે

