


વાંકાનેરના વધાસીયા ગામની સીમમાં કારના ચાલકે કાબુ ગુમાવી દેતા સર્વિસ રોડ ઠેકી બે ત્રણ ગોથા ખાઈ જતા કાર ચાલકનું મોત થયું હતું તો કારમાં પણ નુકશાન થયું હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે
મોરબીના ઘૂટું ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ માલાભાઈ રાઠોડ (ઉ.૫૭) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મયુરભાઈ લાલજીભાઈ રાઠોડ (ઉ.૩૦) એ પોતાની વરના કાર જીજે ૩૬ એલ ૪૬૫૩ વાળી મોરબી વાંકાનેર હાઈવે પર પુર ઝડપે ચલાવી વધાસીયા ગામની સીમમાં પહોચતા કારનું ડાબી સાઈડનું ટાયર ડીવાઈડર સાથે અથડાઈ ધસાતા ફાટી જતા બેલેન્સ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકી સર્વિસ રોડ પર બે ત્રણ ગોથા ખાઈ જતા ચાલક મયુરભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો કારમાં પણ નુકશાન થયું હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.