મોરબીમાં પાડોશીને એપાર્ટમેન્ટની છત પર બોલાવીને માર માર્યો

 

મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ સત્ય બી એપાર્ટમેન્ટની છત પર પાડોશી વચ્ચે મારામારી થઇ હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીના કંડલા બાયપાસ રોડ પર કામધેનું સામે ડિવાઈન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્ર્રભાઈ છગનભાઈ પાંચોટીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા સાહેદ સવિતાબેન તથા સાહેદ શોભનાબેનને આરોપી મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ધોડાસરા, નીલેશભાઈ પ્રભુભાઈ બારૈયા અને ભાવિક કારુભાઈ વિરામગામા એ ફોન કરી વાતચીત કરવા માટે એપાર્ટમેન્ટના છત પર બોલાવી આરોપીઓએ નરેન્દ્રભાઈ તથા સાહેદોને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી આરોપી વિશાલ ધોડાસરા એ નરેન્દ્રભાઈને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

Leave A Reply

Your email address will not be published.