બુધવારે વાંકાનેર અને ગુરુવારે મોરબીમાં કેન્સર રોગનો નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩ ને બુધવારના રોજ વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી અને તા. ૨૪ ને ગુરુવારે મોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯ : ૩૦ થી બપોરે ૧ : ૩૦ સુધી વિવિધ પ્રકારના કેન્સરના રોગ અંગેના નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયું છે

જે કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી વિવિધ કેન્સર રોગના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓની આગળ તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે જે કેમ્પનો દર્દીઓએ લાભ લેવા જીલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.