મોરબીના લક્ષ્મીનગર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ 

મરણજનાર વિશે કોઈ માહિતી મળે તો મોરબી તાલુકા પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવો

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉવ-૩૦ થી ૪૦ (સફેદ રંગનો ડીઝાઇન વાળો શર્ટ તથા બ્લુ રંગનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે) વાળો તા.૨૧/૦૫ /૨૦૨૫ ના કલાક-૧૩/૨૦ પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના રવીરાજ ચોકડી પાસે રતનસીભાઇ કરમશીભાઇ વિસોડીયા રહે લક્ષ્મીનગર તા.જિ મોરબીવાળાના ખેતરના શેઢા પાસે બાવળ નીચે મરણ ગયેલ હાલતમા મૃતદેહ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે તા-૨૧/૦૫/૨૦૨૫ ના પી.એમ કરવામાં આવેલ છે. આ મરણજનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો તપાસ કરનાર – સી.કે.પઢીયાર પો.હેઙ.કોન્સ. મો.નં-૯૭૨૩૩ ૩૪૪૯૭ અથવા મોરબી તાલુકા પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

 

Leave A Reply

Your email address will not be published.