ભાજપ સત્તાના નશામાં ચુર, જુથવાદના કાદવમાં મોરબીની પ્રજા પરેશાન

 

મતલબ ની દુનિયા છે, દુનિયા સાથે કોઈ મતલબ નથી કૈક આવું જ જીલ્લા ભાજપમાં જોવા મળી રહ્યું છે મોરબી જીલ્લા ભાજપમાં જુથવાદ ઉડીને આંખે વર્ગી રહ્યો છે. મોરબી માળિયાના ધારસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કેન્સરની સારવાર લઇ રહ્યા છે ત્યારે નવા સંગઠનના હોદેદારો કમલમમાં જશન કરી રહ્યા છે તો આ જશનના નશામાં જીલ્લા ભાજપ મોરબીની પ્રજાને રઝળતી મૂકી દીધી હોય તેવો ધાટ જોવા મળી રહ્યો છે

તાજેતરમાં જીલ્લા સંગઠનનું નવું માળખું તૈયાર થયું છે જે બાદ મોરબીમાં કમલમનું કમલમ હોમ યજ્ઞ કરીને ખુલ્લું મુકવામાં આવ્યું તેટલું જ નહિ પરંતુ નવા હોદેદારોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જો કે તેના જ પક્ષના અને હાલના રાજ્ય સરકારના મંત્રી અને વર્ષો થી મોરબીમાં ભાજપના મજબુત અને લડાયક નેતા કાંતિ અમૃતિયા કેન્સરની બીમારી હોય તેનું ઓપરેશન અગલા દિવસે જ થયું હોય પરંતુ એક જૂથને મનમાં પણ ના હતું તે તો જશનમાં વ્યસ્ત હતું તો બીજી બાજુ કેટલાક આગેવાનો મંત્રી અમૃતિયાના સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી રહ્યા હતા.જેથી બંને જૂથ ઢોલ નગારાના તાલે ઝૂમીને કહી રહ્યા છે કે હા મોરબીવાસીઓ જીલ્લા ભાજપમાં જૂથવાદ છે જુથવાદ છે જ………

પ્રજા સાથે હરહમેશ ઉભા રહેતા મંત્રી અમૃતિયા હોસ્પીટલમાં હોવા છતાં પણ ફટાકડા ફોડીને  જશનમાં વ્યસ્ત નેતાઓને મોરબીની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ નજરે ના પડી…શહેરમાં હત્યાના બનાવો બન્યા પણ મૃતકના પરિવારને સત્તાધારી પક્ષના નેતાઓ સાંત્વના પણ પાઠવતા નજરે પડ્યા નથી જો કે વિપક્ષના નેતાઓ પ્રજા માટે જોરદાર વિરોધ નથી કરી શકતા તો શું થયું પણ આવા સમયે પરિવારજનો પડખે ઉભા રહીને સાંત્વના તો પાઠવી રહ્યા છે…શહેરમાં ગમે તે થાય હત્યા થાય, લુંટ થાય કે ચોરી થાય પણ આપણે શું ? આપણે તો હોદો મળ્યો છે તો સુખ સાયબી ભોગવાની પ્રજાની મુશ્કેલી સાંભળવા માટે ક્યા હોદો મળ્યો છે તો પોતાની મુશ્કેલી દુર થાય પોતાનો વિકાસ થાય તે માટે મળ્યો છે તેમ મોરબીના નેતાઓ નિષ્ઠુર બન્યા છે

થોડા સમયમાં જ ચુંટણી આવી રહી છે તો જે પ્રજાને માયકાંગલી આ લાગણી વગરના નેતાઓ માની રહ્યા છે તે જ નેતાઓને આ પ્રજા પણ પોતાનો સ્વાર્થ જોઇને ઉખાડીને ફેકી પણ શકે છે તે જીલ્લા ભાજપના તમામ નેતાઓએ ધ્યાનમાં લેવું જરૂરી છેમોરબી જીલ્લામાં કાયદો વ્યવસ્થા યોગ્ય રીતે નહિ ચાલે તો મોરબીની પ્રજા પણ તમને ચુંટણી સમયે મતદાનમાં જાકારો આપીને તેનો બદલો ળે તો નવાઈ નહી.મોરબીમાં ચકચારી હત્યાના બનાવો છતાં પણ એક પણ નેતા પ્રજાની વ્હારે નથી આવ્યા કે અધિકારીઓને પરિસ્થિતિ સુધારવા માટે સુચના કે ટકોર નથી કરી પણ નેતાઓને પૂછો તો એમ જ કહેશે કે અધિકારીઓને કડક હાથે પગલા લેવા ટકોર કરી છે તો શું અધિકારીઓ નેતાને ગણકારતા નથી કે નેતાઓ ચુંટણી સમયે જેમ ખોટા વાયદા આપે તેમ ઠાલા બોલ બોલી રહય છે

 

Leave A Reply

Your email address will not be published.