

શહેરના ગાંધી ચોકમાં આવેલ મહાનગરપાલિકા કચેરી દીવાલ પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના નાની વાવડીના રહેવાસી સંજયભાઈ રમેશભાઈ રેણુકા (ઉ.વ.૩૦) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના સવારના દશ વાગ્યાથી બપોરના સવા એક સુધીના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એમ ૪૭૩૯ કીમત રૂ ૨૦,૦૦૦ વાળું ગાંધી ચોકમાં મહાપાલિકા કચેરી દીવાલ પાસે પાર્ક કર્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

